કંટકો પથરાય, પથ પડકાર છે,
જીત જોવી હો, સમય આપો મને.
થઇ ગયું ગુલફામ દિલ આવ્યા તમે,
નામ તુજ ધડકે, ધડક આપો મને.
પાંખ ફેલાવી વળોટું ગામને,
આજ ખુલ્લું એ ફલક આપો મને
ના અજા ટોળું મને ગમતું કદી,
આપવી હો તો ડણક આપો મને.
ઘાવની પીડા સહન કેમે કરું,
મ્હાત કરવા ના નમક આપો મને.
ભૂલ મારી એટલી ચાહ્યો તને,
કેમ કપરો આ સબક આપો મને?
દિલ દુભાયે ના જરીયે કોઇનું,
દિલ મહીં એવી ખટક આપો મને.
થાય ઈચ્છા જે મને વર્તી શકું,
બિંદુ સરખો પણ, મલક આપો મને.
મસ્તમૌલા હું રહું બસ પ્રેમમાં,
સ્નેહ ઝરતાં એ મલક આપો મને.
જીવ છું હું, સ્વપ્નને ના ખેરવો,
ઝંખનાનું એ ફલક આપો મને.
રોજ મારી યાદમાં પથરાય છે,
સ્વપ્ન છલકે એ પલક આપો મને.
ના ગણો નાકામ, જાણું છું ઘણું,
આજ તો બસ એક તક આપો મને.
પ્રેમમાં મારા, તમે પ્રગાઢ છો,
એ હસી, આભાસ શક આપો મને.
આ ગુલાબી ગાલના ખંજન હસે,
વાહ! નમણી આ ઝલક આપો મને.
ડો જિજ્ઞાસા
No comments:
Post a Comment