Thursday, 4 May 2017

ગઝલ

યાદો  ના  પારેવા  કાયમ   હરતાં  ફરતાં,
વગડો કરતો વાતો  સ્વયમ હરતાં ફરતાં.

ઓછા વધતાં દરદો આપી ચૂકયું જીવન,
લોકો મિથ્યાં  આપે મરહમ હરતાં ફરતાં.

કેડીને    કંડારી     રસ્તા   જેણે   કર્યા,
ઝૂકયું એને આખું  આલમ હરતાં ફરતાં.

મૃગજળને મળવા કાજે મે કાગળ લખ્યાં,
સાંભળ્યા મેં  એના  પડઘમ હરતાં ફરતાં.

ખિલ્યાં કોમળ અરમાનો મળવાના તુજને,
હૈયું  મારું  વીંધે   વાલમ  હરતાં   ફરતાં.
                   પદમકાંત પરમાર ' પવન

No comments:

Post a Comment