ખખળીને તું બોલ !
અખંડ અંતર ઉમળકાને શરમવતી ના છોલ !
ખોંખારીને ખોલ દ્વાર જ્યાં શબ્દ - અર્થ અનમોલ !
૦ વાલિયા ! ખખળીને તું બોલ...
કાં ગળથૂંથીનો તોર ઉતરડી નાજુક બખિયે સીવે !?
કાં મનની માઠી કળ ઉતરે તો વળને વીંટી જીવે. !?
લૂંટાઈને છલકાયો છો ;
ચારે - પા થી ઘેરાયો છો.
જળમાં જાતના તોફાને તું ભર દરિયો કે ડોલ !
૦ વાલિયા ! ખખળીને તું બોલ....
હાં ! નજર નિચોવી મેઘધનુની બંધ કરાવી આંખો !
હાં ! પરપોટો પહેરે છે નવરંગ દશેદિશાની પાંખો !
અજબ ગજબના ઘુરકે ઘુવડ !
સહન કરીશ તું હંબક હુલ્લડ ?
ખુદમાં સંકોચાવું છોડી બજાવ મૃદંગ - ઢોલ !
૦ વાલિયા ! ખખળીને તું બોલ....
✍✍ દાન વાઘેલા
( " જઠરાગ્નિ " માંથી સાભાર )
No comments:
Post a Comment