Thursday, 4 May 2017

ગઝલ

"ધોમધખતો વૈશાખ "

ઉકળે છે આ ધરા ધોમધખતે વૈશાખે,
ક્યારે થશે  શાતા ધોમધખતે વૈશાખે?

પંથ સઘળા એકલવાયા ઊભા બપોરે ,
કોણ ચાલશે આવા ધોમધખતે વૈશાખે?

ખદબદી રહેલો અંદરનો ચરૂ કેવો ઉકળે?
કેવો ઓગળે લાવા ધોમધખતે વૈશાખે?

આગ ઝરતી એની જ્વાળાઓ ઊતરે ,
કેવી દઝાડે આવા ધોમધખતે વૈશાખે?

ગ્રીષ્મની આ સૂનકાર સાવ કોરી બપોરે ,
કોણ આપશે  શાતા ધોમધખતે વૈશાખે?

-જીગીષા  રાજ
4/5/2017-ગુરુવાર

No comments:

Post a Comment