Thursday, 4 May 2017

ગઝલ

ચૈતરી બપોર    4/5/2017 

ધોમધખતી  એમ સાવ બપોર છે,
જાણે લાગી લાહ્ય મા'લી કોર છે!

કો'ક દી લાગે એ મીઠ્ઠો  બાલ  ને,
કો'ક દી તડકો  કજીયાખોર  છે!

ભડભડે છે  ચૈતરીનો  તાપ આ,
રાહ ઊભા  દાઝતા આ થોર છે!

જાંખરા જાડી બધું  ભડકે  બળે,
વીરડા  નકરા સુકાં  ધાકોર છે!

ત્રાટક્યો છે  એમ તડકો કેર શો,
ચામડી પણ બાળવાનો તોર છે!

------------હેમા ઠક્કર "મસ્ત "

No comments:

Post a Comment