છે!
વાદળોની પાર એક આકાશ છે!
તારા હોવાનો જ્યાં એક આભાસ છે!
જન્મવાની પ્રક્રિયા ચાલી રહી છે!
જ્યાં નજર પ્હોંચે છે બસ વિનાશ છે!
નામમાં શું? નામ ના પાડ્યું કદીયે!
જાણું છું હું ય નામ તેનો નાશ છે!
જિંદગી ભરપૂર મૂંઝવણથી ભરી છે!
તોય તું છે એટલે જ હળવાશ છે!
છે કે નહીં જાણ્યા વગર દોડ્યા કર્યું!
દોડતાં થાક્યો ત્યાં જોયું, હાશ છે!
ફળ કદી ખાટાં, તૂરાં, મીઠાં કદી
ખાઈ જોયાં પણ જીભે કડવાશ છે!
પાડ્યો પર્દો રંગમંચ પર તે છતાં
ભય મને હરિયા કે પર્દાફાશ છે!
- હરિહર શુક્લ
૧૦-૦૭-૨૦૧૬
૦૨-૦૬-૨૦૧૭
No comments:
Post a Comment