સુંદર થવું
હા, હજી સુંદર થવું છે
બસ, અઢી અક્ષર થવું છે!
કયાં સુધી ગણતી રહું ક્ષણ
કાળને લશ્કર થવું છે!
ચૂંટી લે ડાળી ઉપરથી
ફૂલને અત્તર થવું છે!
આંખમાં આવી વસો છો
સ્વપ્નમાં સરભર થવું છે!
એક પથ્થર છું, તિલક કર
મારે પણ ઇશ્વર થવું છે!
લે સમાવી એમ "પારુ"
દૂધમાં સાકર થવું છે!
-પારુલ વાળા
No comments:
Post a Comment