સાંજ થી ફરી ઝરમર છે
દિલ ડૂબશે એનો ડર છે
એકાકી બોજીલ સફર છે
અમસ્તો જ તારો વિચાર છે
બધું ધૂંધળું ને ધૂસર છે
વિષાદ નો કારમો અવસર છે
મેઘ થી ઘેરાયેલું નગર છે
કોઇ પહેરો શ્વાસ ઉપર છે
રાતની છરી ધારદાર છે
કાળો ટપકતો અંધકાર છે
રાત પછી ઉજળી સહેર છે
એમ તારું આવવું અફર છે
માના વ્યાસ
No comments:
Post a Comment