🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
*"ઈચ્છાઓ બાંધી છે "*
ધડકનની આસપાસ મેં ઈચ્છાઓ બાંધી છે...
તારું હવે શું? થાશે હૃદય તારી વ્યાધી છે...
મળવા ને રોજ રોજ જે સપનામાં આવતાં...
એના મિલનની આંખમાં હાજર સમાધી છે...
શ્રધ્ધાની રીત હોય તો માથું નમાવી દઉ...
નહિતર તો પથ્થરો જ થી મેં ઠેસ ખાધી છે...
સમજાઇ વાત એજ કે સમજી નહીં શકું...
બાકી તો જિંદગીની રમતમાં ઉપાધી છે...
લાગે છે કેમ શ્વાસ મને સાવ પારકા...
મૃત્યું *"સમય"* શું? મારા તરફ વાટ સાધી છે...
*- "સમય જામનગરી"*
No comments:
Post a Comment