Friday, 2 June 2017

ગઝલ

છે..નાનકડો અક્ષર વાક્યના અર્થો બદલાવી શકે ,સમયનો વર્તમાનપ્રવાહ બતાવે,વળી હકારાત્મકતાસૂચક,માત્ર એક ? અથવા . ચિહ્નથી વાક્યનો સૂર બદલી જાય,માણસના જીવંત હોવા ન હોવાનો ય દ્યોતક.  ,👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼
    
          છે

નાનો અમથો છેવાડે છે
શબ્દોના એ સીમાડે છે.

ઠાઠે બેસે  કેવો  છેલ્લે !
એને 'માતર' ટેકા દે છે.

પૂછો તો?પ્રશ્નો ઊઠાવે
બાકી પૂરા વીરામે છે.

ના ને હા માં બદલી નાખી
ઉમ્મીદોને જીવાડે છે.

પળપળની આવનજાવનમાં
આજે જે છે અત્યારે છે.

જીવન ને મૃત્યુ સંદર્ભે
અટકળ જેવું દેખાડે છે.

Medha Antani
1/6/2017

No comments:

Post a Comment