Friday, 2 June 2017

ગઝલ

હઝલ
પત્નીને ક્યાં માપ હોય છે?
એનો જબરો ભાર હોય છે!!

ઝાંકીએ બારી બહાર જ્યાં,
બાળી દે એ, તાપ હોય છે.

મદદે કોઈ 'બેન' ની જઈએ,
તલવાર વગરનો વાર હોય છે

સ્ત્રી દાક્ષિણ્ય રાખવાનું જ નહીં?
વાઢે, નજર ધારદાર હોય છે.

અજાણી રમ્યાથી દૂર રહેવું, સમજ્યા,
પણ, પડોશણનો શું વાંક હોય છે?

                      ડો જિજ્ઞાસા ઓઝા,
                       સુરત

No comments:

Post a Comment