Friday, 2 June 2017

અછાંદસ

મારા સમ છે
અભરાઈએ ભરેલ આંસુમાં
   સ્મરણોની મનફૂલ છાપ છે
એ આંસુનું એકપણ બુંદ
   જો માગ્યું તો તમને મારા સમ છે
કોરી કાજલનું ભીનું અંજન
ભર્યાથી આંખ અમ ન્યાલ છે
એ અંજનની એકેય કાળાશ
તેં લગાવી તો તને મારા સમ છે
ચરણોની ચાલમાં દુઃખતી રગોમાં
કંકુના થાપાની છાની મહોર છે
એ મારા કંકુના થાપા પર
એકેય જો પગલી પાડે તો
     તને મારા સમ છે
         કિન્નરી દવે

No comments:

Post a Comment