પાછલી રાતે મે સપનામાં
મને એક ચકલી ના રૂપે જોઈ
ચકલા એ ચકલી ના
પીંછા માંગી લીધા
પ્રેમ કરવાની અવેજી માં,
ને પકડાવી દીધો એની ચાંચમા
પ્રેમ નામનો દાણો
ચકલી ને ચકચક કરવું હતું
ચહેકવું હતું
ઉડવું હતું
માળો બાંધવો હતો
પણ અફસોસ....
હવે એને મૌન ધરવું પડ્યું
કોઈ મજબૂરી હતી
કે હતી ચકલા ની કોઈ શર્ત
ખબર નહી
પણ ઉંઘ તૂટી
સ્વપ્ન તૂટયું
ને સવાર પડી
એ હજી પણ ચકલી જ છે
.....હેમશીલા માહેશ્વરી "શીલ"
No comments:
Post a Comment