Friday, 2 June 2017

ચોપાઈ

*છંદ :- ચોપાઈ*
*(નેતા)*

આડા અવળા કરતો કામ, જઈને  નમતો ઈશ્વર ધામ,
નેતાની એવી છે શાન, ભણતર ગણતર હોય ન ભાન,

ધોળાં  કપડાં  કાળાં  કામ,  હાથ છુરી ને મુખમાં રામ,
સત્તાની  છે  ખોટી  શાખ, બૈરી  આગળ ન ઉડે માખ,

ખોટા  મોટા  વાદા  થાય,  કાળાં  નાણાં ગજવે જાય,
તોયે  રે'  પૈસાની   લ્હાય,   કોના  માટે  કરવી  હાય!

નોકર  ચાકરમાં   અટવાય,   સૂકા  મેવા  ફાકી  ખાય,
ભૂખ્યા  લોકો  ભૂખ્યા  બાળ,  એ ચૂંટે ને ખાતાં ગાળ,

સમજો  જાણો  ખોટી  શાન, મતદારો તો જાણે પાન,
વોટ  મળે  ને  થૂંકી  ખાય,  તારું મારૂં શું છે જાય???

*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*

No comments:

Post a Comment