બહુધા આપણું હોવું ય જાણે હોય છે એવું;
ફૂલો થઈને સુંગંધાવું ગમે ના લેશ પણ તેવું.
ઘણી યે વાર ઘરમાં મેઘ બારેબાર ખાંગા થાય;
બધું લથબથ છતાં ના એક ટપકે આંખથી નેવું.
જુવારા રોજ વધતા જાય દમિયલ આંખની સામે;
અનિશ્ચિત ક્યારનું ફફડ્યાં કરે છે ભોળું પારેવું.
ઉછેરી હોય જેણે વૃક્ષવેલી જાતે ફળિયામાં--
કુહાડી ખોળતો એ હોય છે એને તે શું કહેવું?!
ગતિમાં માત્ર હોવું એટલું સારું નથી મિત્રો;
ભૂલેચુકે ય માથે રોજ વધતું જાય છે દેવું!
------ ગુણવંત ઉપાધ્યાય
No comments:
Post a Comment