Wednesday, 28 June 2017

ગઝલ

કારણ વગર છૂટી પડી કોને કહું!,
કારણ હજી જડતું નથી, કોને કહું.

સાચું કે ખોટું કેમ મારે બોલવું,
જે મગ છે એ મગ! ના મરી! કોને કહું.

થોડી કહેલી વાત ફેલાણી વધું,
જે મોણ નાખીને વધી ! કોને કહું.

દાઝી હતી ભૂતકાળમાં હું દૂધથી,
ને છાસને ફૂંકતી રહી! કોને કહું!.

હસતી રહી ખીલતી રહી હું 'તૃપ્ત' થઈ,
ખુદનાં વિચારોથી ગમી, કોને કહું.

*તૃપ્તિ ત્રિવેદી 'તૃપ્ત'*

No comments:

Post a Comment