ન બોલો જરાં કે નજર ને ખબર છે
હવા માં હુકમ ની એવી થઈ અસર છે
હજુ, ક્ષણ ભરીને ઘુંટાતા હતાં જે
હવે,એ જ શ્વાસો બહુ નિશ્ફિકર છે
અરે,ચરણ પામી તમો ના એ પાવન જ થાશે
પરમ થઈ અજાણી પડી જે ડગર છે
અચાનક અનોખો મળ્યો આંખ ને સાગર
ન દેખી, છલી જો રહી ભાવ ની ગાગર છે
વિચારો વિમાસણ કરે છે અબઘડી
ક ગાજે છ તું , કે પછી આ ગગન છે ?
વિજ પણ જલજ થઈ ને વિફોરી જવાની
કે મારી પેલાં આ કોની ઝળહળ છે ?
ઢળે તો ભુશાશે ઉઘડે તયે સમજાશે
હરપળ સમજી લો નયન ના પડળ છે
અજી, આમ અમથો જ લંબાવ ને હાથ તું
ભલા, જ્યાં જશે ટેરવું ત્યાં અમારી પ્રહર છે
હવે,આફતાબ અમથો ઓજ આપી શકે કે ?
તમે ચાંદલો કર્યો! લ્યો, થૈ અસર છે
હવે, નખશિખ નીરખી જુઓ, આયનો કે
લ્યો,આપ જ છો ને ? કે નવું આ ચિતર છે
અને એ ચિતર ની કરો કાળજી તો
ભલા,હર જનમ નું એ મારું હમસફર છે
No comments:
Post a Comment