Wednesday, 28 June 2017

ગઝલ

કાયા ક્યાં છે? છે એ ભાટો,
જીવન   મારે   કૈક   થપાટો.

ફૂલ ધર્યા તે અઢળક માંહે,
ને  આ  સાથે  સાથે  કાંટો.

એક નદી ને એક જ પાણી,
પટમાં કેવી  અઢળક ફાંટો.

સઘળા દોષો માફ કર્યા જા,
દિલ મારું આ ગંગા ઘાટો.

જયલા જોને જીવ સડે છે!
જલદી જલદી એને દાટો.

"જયલા"

No comments:

Post a Comment