Tuesday, 27 June 2017

અછાંદસ

કીડીનું નિમિત્ત કીડીનું કાવ્ય

કીડી કાળનો આયનો જોઇ ગઇ
કાળી પડી ગઇ
રાતી રાતી થઇને
કાળ તો ઘણો ચડ્યો કાળ માથે
પણ હવે કશું થઇ શકે નહીં
ગાૅળના ગાંગડા પર મુકેલો ગોળ વિશ્વાસ વજૂદ વિનાનો હતો
કીડીને ચટકા બહુ હતા
ચટાકા ય હતા.
વારે આંતરે ખાંડના ડબ્બામાં, સાકરની ગૂણમાં
ચાની રકાબીમાંય આંટાફેરા કરતી હતી.
અેને અેમ કે ખુદાને કાંઈ ખબર નથી
અને ઇશ્વર અજાણ છે આખી બિનાથી.
પણ બનાવટ ક્યાં સુધી ચાલે?
અેક કીડીઅે પુરૂષને ચટકો ભર્યો
તો આને ય મન થયું
પુરૂષ અેટલે શું...? પગની જૂતી
આવું બધું તો થાય અને ચાલે.
નારીવાદ અને નારી સંરક્ષણનાં કાયદાઓ જાણી  તૉર ચડી ગ્યો.
ચડે ભાઇ તોર છે
સ્ત્રી દાક્ષિણ્યભાવનો ય આડકતરો લાભ તો ખરો જ.
પણ કીડીને કીડી હોવાનો ગર્વ કે ગૌરવ હતું ત્યાં સુધી તો સમજ્યા મારા ભાઇ
પુરૂષને ચટકો ભરે અે ય સમજ્યા.
પણ, આ રીતે પૌરૂષેયને ચટકો થોડો ભરાય?
અેમાં જ ગઇ દાદાને ભાત દેવા..
આપણે શું કરી શકીઅે મારા ભાઇ...
જરૂરથી વધુ ખાવાનું મળે તો
મીણો ચડી જાય
હોજરી ય ફાટી જાય
ખાવાનું મળે તો ખાતાં ય આવડવું જોઇઅે ને!
ગઇ તે ગઇ...
બીજી કીડીઅે તો અેની બાજી સુધારી લીધી..

જગતમાં બધી કીડીઅો કાંઇ સરખી થોડી હોય ?
અે તો હોય, ચાલ્યા કરે...
કીડીના પ્રેમમાં પડી કીડીઅે અેનું આયખું બગાડ્યું...

બગડે જ ને?

                   - અનિલ વાળા

No comments:

Post a Comment