Tuesday, 27 June 2017

ગઝલ

લહર આવી નહીં કેવળ સમુદ્રની ભીતર
ઉછળતુ હોય છે ક્યાં જળ સમુદ્રની ભીતર

સપાટી પર તમારા નામની તરે હોડી
અતળ જેવું જ લાગે તળ સમુદ્રની ભીતર

તરે છે સ્વપ્ન પણ રંગીન માછલી જેવા
ડૂબી મરતું નથી એક છળ સમુદ્રની ભીતર

કિનારા પર કરે છે એ કહેર પણ કાળો
સુનામી પણ બને નિર્બળ સમુદ્રની ભીતર 

જરા ઠહરો બજી એ બંસરી હજી હમણાં
પુકારે છે હજી એ સ્થળ સમુદ્રની ભીતર 

               ભરત ભટ્ટ

No comments:

Post a Comment