Friday, 2 June 2017

ગઝલ

એકના બે ન થાય એવા એવાં છે
તોય મોહી પડાય એવાં છે

હાથ ઝાલે તો એના આધારે
ઊંચે ઊડી શકાય એવાં છે

ખૂબ ટૂંકો પનો છે ચાદરનો
એય એમાં સમય એવાં છે

એની સાથેના અણબનાવો પણ
એક તોરણ ગૂંથાય એવાં છે

માર્ગ કેવા છે એની ઝૂલ્ફોના
હાથ સોનાના થાય એવાં છે
...............સ્નેહી પરમાર

No comments:

Post a Comment