તું શોધે વાદળ સરનામું.
હું શોધું કાજળ સરનામું.
વરસો બાદ મને જડ્યું છે,
ફૂલોનું કોમળ સરનામું.
પત્રો આવીને પાછા જાય,
ખોટું છે કેવળ સરનામું.
જેવો આ સૂરજ ઉગ્યો ને
ધોવાયું ઝાકળ સરનામું.
ઝાઝી વાત ન કરવી મારે,
ગુલશન કુંપળ સરનામું.
~ અદિશ
તું શોધે વાદળ સરનામું.
હું શોધું કાજળ સરનામું.
વરસો બાદ મને જડ્યું છે,
ફૂલોનું કોમળ સરનામું.
કાગળઆવી પાછા ફર્યા,
ખોટું છે કેવળ સરનામું.
જેવો આ સૂરજ ઉગ્યો ને
ધોવાયું ઝાકળ સરનામું.
ઝાઝી વાત ન કરવી મારે,
ગુલશન કુંપળ સરનામું.
~ અદિશ
No comments:
Post a Comment