Tuesday, 27 June 2017

ગઝલ

તું શોધે વાદળ સરનામું.
આંખો શોધે જળ સરનામું.

સૂરજ ઉગતાં ક્યાં જાતી તું,
આપી દે ઝાકળ ! સરનામું.

કોઇ મને પણ શોધી આપો,
ભીતર નું ઝળહળ સરનામું.

પહોચી જાશું એની પાસે,
આપી દે કેવળ સરનામું.

ખૂબ વરસવું છે મારે પણ,
આપી દે વાદળ, સરનામું.

જે માટે જાત ઘસી નાખી ,
ક્યાં છે એ પોકળ સરનામું ?

અલ્લાહ ઈશ્વરનું ક્યાં છે જુદું
બંન્નેનું શ્રીફળ સરનામું.
અદિશ

No comments:

Post a Comment