Friday, 2 June 2017

ગઝલ

એક ભોળો ભાભો

એક  ભોળો  ભાભો  તાવડીમાં રોટલો તાવે છે!
એક ભોળો ભાભો કળશિયામાં અમૃત લાવે છે!

એક   ભોળો  ભાભો  રેતીના  રણમાં  મૃગજળે
ઈચ્છાઓ  ને  આશાઓનાં  વૃક્ષો  વવડાવે  છે!

એક   ભોળો  ભાભો  મોટા  ખેતરમાં માળે ચડી #
હરણને   હાંકે    અને     પક્ષીને    ઉડાવે    છે! #

એક  ભોળો ભાભો પાઠમાળાના અક્ષરો ચાળી
ગઝલોની   રોજ    સરવાણીઓ   વહાવે   છે!

એક   ભોળો  ભાભો   વાંસવનમાં  પવન  થઈ
રોજ   રોજ    વાંસળીના  સૂરને    રેલાવે  છે!

એક  ભોળો ભાભો  સાંજે અચૂક હાજર રહી
પાદરમાં   આકાશનું     ઢોલક    બજાવે    છે!

એક   ભોળો  ભાભો હરિયાને લઇ નાસવામાં!
કોણ  કહે  તારી   સાથે  હરિહર  ય આવે છે!

- હરિહર શુક્લ
૦૪-૦૮-૨૦૧૬
૦૧-૦૬-૨૦૧૭

# કવિવર દલપતરામની પંક્તિ

No comments:

Post a Comment