કેમ પલાંઠી વાળી બેઠાં?
કેમ નયનને ઢાળી બેઠાં?
રસ્તા કેમ પલાળી બેઠાં?
ભીતરને ઝંઝાળી બેઠાં !
પગલાંને પંપાળી બેઠાં.
રસ્તો આખો ચાળી બેઠાં.
સપનાઓ સળગાવી બેઠાં.
જીવન આખું બાળી બેઠાં.
પા પા પગલી ભૂલી જઈને,
યૌવનમાં શું ભાળી બેઠાં?
ખળખળ વહેતા ભીતર જળમાં,
જાતોને ઓગાળી બેઠાં.
અદિશ
No comments:
Post a Comment