શરૂ કરીએ
ચાલો કક્કો ગોખવાનું શરૂ કરીએ!
ચાલો ઘડિયા ગણવાનું શરૂ કરીએ!
દફતરમાં પાટી ને પેન, પાઠમાળા લઇ
ચાલો શાળાએ જવાનું શરૂ કરીએ!
ખોખો, પકડદાવ, ગિલ્લી દંડાઓ ને
ચાલો થપ્પો યે રમવાનું શરૂ કરીએ!
સાથે મળીને રમવાનું, ઝગડવાનું
ચાલો ઝગડી મનાવવાનું શરૂ કરીએ!
સાતે સિત્તેર કર્યા, સિત્તેરના સાત કરી
ચાલો શૈશવને માણવાનું શરૂ કરીએ!
- હરિહર શુક્લ
૧૬-૦૭-૨૦૧૭
(રિવ્યુ માટે)
No comments:
Post a Comment