Monday, 17 July 2017

અછાંદસ

ક્ષણ

ક્ષણની અણીએ ઉભેલું સકલ વિશ્વ
ક્ષિતિજની પેલે પારથી ડોકાતું મન

કોઈ આઘાત,પ્રત્યાઘાત,
હરીત વનો, સ્મૃતિઓ,
ટહુકા પ્રેમના, ટુકડા પ્રેમના,
પળે પળે ઉગતું ,સુકાતું ઘાસ,

મૌનની પ્રગાઢ શાંતિમાં પથરાયેલું શબ્દોનું આલિંગન
રક્તકણોમાં ઉભરતા...શમતા..
રોગ,પીડા ,દુઃખ,સુખ,
કાલ્પનિક...દૈહિક ..મનોદૈહિક .
..
સર્વને વિખેરતી હું બદલાતી જાઉં છું...

આ સ્પંદન ..ગીત..લય ..ભાવ..પકડી
મુઠ્ઠીમાં બંધ કરું છું ચસોચસ ...અને ..
અવકાશમાં ઉડાડી મુકું છું .
...
પ્રાદુર્ભાવ માટે જ તો ....

અસ્મિતા

No comments:

Post a Comment