Saturday, 29 July 2017

ગીત

બાંઠો ઉર્ફે બાંઠિયો...

બાંઠો મગમાં ધોકો મારે...
કાગળની હોડીમાં બેસી દરિયાને હંકારે*...
બાંઠો મગમાં ધોકો મારે...

પોતાનાં સર્જનને પોતે સમજી બેઠો અેમ કે જાણે અષ્ટમ અજુબા...
પોતાનો છે મ્હેલ.. ભલે પત્તાનો પણ બીજાનાં તો ખાલી કૂબાં...

લડવા લાગ્યો બધાય સાથે લઇને શબ્દોની તલવારે..
બાંઠો મગમાં ધોકો મારે...

બાંઠો ઉર્ફે બાંઠિયો ઉર્ફે કવિ થયાનો લાલમલાલી ભ્રમ
બાંઠો ઉર્ફે લય તૂટવાનો રોજ રોજનો મધમીઠો ઉપક્રમ...

કાગળ-કિત્તાથી પોતાની જાત જરા શણગારે....
બાંઠો મગમાં ધોકો મારે...

               - અનિલ વાળા

* પુણ્ય સ્મરણ : કવિ શ્રી મનહર મોદી
કાવ્ય પંક્તિ :

હોડીમાં હું બેઠો છું
દરિયાને હંકારું છું...

No comments:

Post a Comment