Friday, 14 July 2017

ગઝલ

કામ થયાં કાગળની વચ્ચે
વાત કરી સપનાની વચ્ચે.

સાચી રાહે આગળ ચાલ્યાં,
ગડ બેઠી કપડાંની વચ્ચે.

ચળવળ ચાલી આઝાદીની,
વળતર કઈ કારણની વચ્ચે.

થાક હવે ઉતરશે મનનો,
ભણતરનો ભારણની વચ્ચે.

સાગર આખો પાર કરી ને,
આજ હવે તડકાની વચ્ચે.

વનરાવનમાં ભટકું હુંતો,
કાન્હા એ સૂરોની વચ્ચે.

રાઘા મીરાની વાતો થઈ
વ્હાલા જળ લીલાની વચ્ચે.

કાજલ
કિરણ પિયુષ શાહ
11/07/17

No comments:

Post a Comment