Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
સંભાળી તુજ ને છે,એવી.
માળા નાં મણકા ની વચ્ચે.
એવી રીતે ના જીવી શકું.
હું ભરચક વગડા ની વચ્ચે.
કાયર મારે નિર્દોષો ને,
સરહદ નાં ઝગડા ની વચ્ચે.
દીવાલો માં રાખી ચીસો,
ખાલીપો પડઘા ની વચ્ચે.
આશા સઘળી બાાળી નાખી.
જીવ્યો હું તણખા ની વચ્ચે.
વિપુલ બોરીસા
No comments:
Post a Comment