Friday, 14 July 2017

ગઝલ

સરવર ક્યાં તો રણની વચ્ચે
જીવું બસ વળગણની વચ્ચે

ઉંમર આખી શોધુ જીવન
મળતું એ તો ક્ષણની વચ્ચે

સમજાતી ના સઘળી માયા
કારણ ને તારણની વચ્ચે

રસ્તો ખુલ્લો પણ ચાલુ ના
અણદીઠાં કો ભારણ વચ્ચે

સાચી મારી ઓળખ શું છે?
જીવુ કોઈ કામણની વચ્ચે

# કિરણ જોગીદાસ "રોશન"

No comments:

Post a Comment