પગલાંથી પગલાંની વચ્ચે.
ખોવાયો રસ્તાની વચ્ચે.
મુક્યું તું ટહુકાની વચ્ચે.
શોધું છું વગડાની વચ્ચે.
રેત અને ઢગલાની વચ્ચે.
પર્વત છે ઝરણાંની વચ્ચે.
દોડી દોડી હાંફી જાતો,
સૂરજ પણ તણખાની વચ્ચે.
અલગારી થઈ જીવે છે કોણ?
ખીણ અને પડઘાની વચ્ચે.
સાહેબ જરા સમજો આજે,
જીવન છે પગલાંની વચ્ચે.
કોણ મુકે છે અંગાર 'અદિશ'
મારા બે ડૂસકાંની વચ્ચે.
Bharat prajapati Adish
No comments:
Post a Comment