Saturday, 15 July 2017

અછાંદસ

*કાંકરીચાળો*

શાંત જળમાં કાંકરીચાળો
ઉઠયા હ્રદયમાં વલયો..
ધગધગતા લાવા જેવુ રક્ત
ફરી વળ્યુ શીત શરીરમાં
તારા નામનો ગુંજારવ..
મનોમષ્તિકમાં ઉઠયા..
પડધા પડયા આર્તનાદના
દોડતા વાદળોમાં રચાયો એક ચહેરો...
આંખો એ સ્વપ્નાની કેડી શણગારી..
જાત સંકોરી લીધી.
ને ફરી વળ્યા. .....
જયાં....
નવીઆશા, ઉમંગ, ઉજાસ, ઉલ્લાસ, જોશ , જોમ...ભર્યા આવેગો..
પાછળ છુટ્યા... લાવાની રાખ જેવા.....
અંધકાર, નિષ્ફળતા, નિરાશા, હતાશા...
પુર્વમાં સૂર્યોદયની લાલીમા...
સત્કારવા આંગણે મનકુકડો બોલ્યો..
"કાજલ" સ્વાગતમ.... સ્વાગતમ...

_____"કાજલ"
__કિરણ પિયુષ શાહ

13/01/17

No comments:

Post a Comment