Friday, 14 July 2017

ગઝલ

જાગ્યા બસ, સપનાની વચ્ચે,
ખોવાયા ભ્રમણાની વચ્ચે !

આવો ઘર તો મળશું  ક્યારેક,
મળવું શું રસ્તાની વચ્ચે ?

માણસ ઝોલા ખાતો રહેતો ,
સત્ય અને અફવાની વચ્ચે !

જીવાયું છે જીવન કાયમ,
ઘટના, દુર્ઘટનાની વચ્ચે !

ના  ગમતું  કોઈને  રહેવું ,
આ લક્ષ્મણરેખાની વચ્ચે !

- હેમંત મદ્રાસી

No comments:

Post a Comment