Friday, 14 July 2017

ગઝલ

કરો ના વિશ્ચાસ તો કઠોરાઘાત મળે છે
કરો જો વિશ્વાસ તો વિશ્ચાસઘાત મળે છે

જરા જેટલી જ્યાં શાંતિ મનને મળે માંડ
અશાંતિ તરફથી ત્યાં તો પ્રતિઘાત મળે છે

સંગાથી બધા છે સફરમાં સ્વાર્થના એવા કે
કામ પત્યે ચારેકોરથી છુટકારાની વાત મળે છે

સળગે છે આખો સંસાર કેવો અહીંયા ને
સમાચારમાં હજારો રોજ આપઘાત મળે છે

કરે છે કોન કદર "સતીષ " જગતમાં અહીં તો
વફાને નેકીના બદલે વ્હાલી રૂપિયાની જાત મળે છે

                                             - સતીષ સખીયા

No comments:

Post a Comment