Saturday, 1 July 2017

અછાંદસ

આંખે શમણું વાવ્યું ચોમાસે
બને ના અશ્રુ જો જો ચોમાસે.
ભીનાશ ભરીને આવ્યો ચોમાસે
બની કૂંપણ ઉગજો ચોપાસે.
હરિયાળીના સોગંધ છે તમોને
વરસજો ખરા એકાદ ચોમાસે.
ટીંગાતી છત્રી ધૂળ ખાય છે ખીંટીએ
ખુલી જશો તો ચોક્કસ ખુલશે આ ચોમાસે.
રહી સહી આશા છે હજી અકબંધ
બની એક વાદળી વરસજો ચોમાસે.
ઓશરી થાંભલે અઢેલી બેઠો ક્યારનો
હવે "નીલ" વરસાદી વાંછટ બની, ખાલી  ગૃહે પ્રવેશો ચોમાસે.
      રચના: નિલેશ બગથરીયા
                "નીલ"

No comments:

Post a Comment