તારા નામે
ઇશવરની ડાયરીમાં જોયા
કોરા પાનેપાનાં આજે
મારી પોથી એમાં મૂકી
ઉપહાર તારા નામે
લખી આવી
ફળીએ ફરતા સુરજ ચાંદ
પાનખરે ઝરતા
આંગણાના મોતી
તારા નામે લખી આવી
પાંચીકા ની મને
ગમતી રમત
દાંડિયા-રાસ ને
સતોલિયાની મસ્તી તારા નામે લખી આવી
આંખોમાં વસેલા શમણામાં
શૈશવ ના રંગે વેરેલી રંગોળી
તારા નામે લખી આવી
આજ લગીનો મારો શ્વાસ
તારી આંખોમાં મૂકી
ઉજળી સવાર
તારા નામે લખી આવી
- કિન્નરી દવે
Saturday, 15 July 2017
અછાંદસ
Labels:
કિન્નરી દવે
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment