ચાકળાને હાથથી ગૂંથેલ છે રે લોલ
હાથ જાણે મોર છે ને ઢેલ છે રે લોલ
મનડામાં સૈ પડી વિજળી રે લોલ
નસનસમાં નદીયુ સળવળી રે લોલ
ફરકે છે પાપણની કાંગરી રે લોલ
ઇચ્છઓ મુગ્ધાની પાંગરી રે લોલ
ઉમરનો બોલે છે ઉંબરો રે લોલ
દૂર દૂર પડઘાતો ડુંગરો રે લોલ
અવસરના ઢોલ રૂડા ઢબૂકે રે લોલ
અંતરમાં ઓરતા ઝબૂકે રે લોલ
ભીંત ઉપર ચાકળો શોભે રે લોલ
સાયબો ત્યાં ઘડી ઘડી થોભે રે લોલ
--- ધર્મેશ ઉનાગર
No comments:
Post a Comment