થાય મને--
ડૉ. ભાવેશ જેતપરિયા
થાય મને-
પંખીની પાંખ બની જાઉ ને
પાર કરું આખું ખેતર અલગારું
ઓલા શેઢાનું જાય પરબારું
વીંઝાતાં સપનાંઓ આમતેમ પીછાંમાં, સળવળતું માળાનું ફૂલ;
લીલેરા ટહૂકામાં વેત વેંત વહી જતી નસનસમાં પાંગરતું મૂલ.
નજરુંની ગમતીલી રમતુમાં નૂરપૂર ઉમટી રહે એકધારું;
થાય મને પંખીની પાંખ બની જાઉં.....
વાદળનાં ઝરમરિયા વહેણ જાય મોભરે, અટવાતી દરિયાની લ્હેર;
સીમ ભરી પીવાતું, આભ ભરી ઝીલાતું, અંગ અંગ ઊતરી ગઈ મ્હેર.
વવાયું કુંડામાં સોળ રંગે નીકળતું સનનનતું બહાર મનધારુ.
થાય મને પંખીની પાંખ બની જાઉ.....
No comments:
Post a Comment