Saturday, 29 July 2017

ગઝલ

શ્વાસ ચોરી જાય છે તો ચોર છે તું.
જીવમાં પણ જીવ દે, કૈ ઔર છે તું.

ચાર નહીં પણ લાખ ચોર્યાશી ફરાવ્યા-
તે સતત ફેરા, અનોખો ગોર છે તું.

કોઇનાથી થઇ શકે નહીં કૈ સુધારા
બહાર ઉપસે એ ભીતરની મ્હોર છે તું.

એક બાજું છે અહમનાં લાખ શસ્ત્રો
તો બીજી બાજું ઉછરતા ન્હોર છે તું

શાસ્ત્રમાં સમજણ નથી પડતી કશી પણ
એટલું   જાણું   કે   ચારેકોર   છે   તું.
       --- ધર્મેશ ઉનાગર

No comments:

Post a Comment