એ કોયલી કાગડોળે વાટ જોતી'તી
આંખો ભરી'તી,
નજર નાં
ચળકાટ ખોતીતી
એ કોયલી - -
એની આંખ માંપાણી ને પલળી આંબા વાડી
પણ, એ તો રેતી નાં
ઘાટ જોતી' તી !
એ કોયલી - - -
હતી બેઠી આંબા ડાળે
ને માળો રહી
ગયો તાડે!
છતાં'ય વડલો એ
સપાટ! જોતી'તી
એ કોયલી - - - -
જતી કાગડી પાંહે
બાળ પાડજો માં હે!
ખુદ નાં બાળપણ માં
કાગ નો ઉચ્ચાટ જોતી'તી!
એ કોયલી -
કંઠ ઘવાઈ ગયો'તો
આંબો છવાઈ ગયો'તો
ને તેને પામવા
કુઉ કુઉ ના ઉચ્ચાર
બોતી' તી
એ કોયલી - - - --
ઋતુ વલટાઈ ગઈ
ને કોયલ પલટાઈગઈ !
એ જઈ કાગ માળે
ખુદ ની જાત જોતી'તી ?
એ કોયલી - - -
કાગ વિસ્મય પામ્યો
કોયલ ના જ કામ હોય !
એ રોજ રોજ ખુદ નું
જ લલાટ જોતી'તી ?
એ કોયલી - -
કાગ ભાવ ભરેલો
કોયલ વિચાર છે પેલો?
ને લે, જિંદગી જ સામસામી
હસતી ને રોતી'તી!
એ કોયલી કાગડોળે વાટ જોતી'તી
આંખો ભરી'તી નજર માં ચળકાટ જોતી'તી
ઝલક
Saturday, 29 July 2017
ગીત
Labels:
ઝલક ભટ્ટ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment