Saturday, 29 July 2017

ગઝલ

*ગઝલ*

બતાવું ચાંદ તમને સાદગી આ રૂપની આપો,
જરા લાલી તમારા આ ગુલાબી ગાલની આપો.

સજાવ્યા છે નવોઢાએ સુખદ સ્વપ્નો સુહાગી જો,
ચુમી લઉ જિંદગી બાહેંધરી હર રાતની આપો.

સખા છે તો સખાવત પણ હશે મસ્તી ભરી મિત્રો!
ઝુમેલા આ ચમનને પણ મજાતો યારની આપો.

ભરોસેતો જગતનાં સૌ જહાજો પણ તરે દોસ્તો.
કદી ના પળ સફરમાં કોઈને આઘાતની આપો.

હસો ના આમ આપી વ્યથા આકાશમાં વાદળ,
ધરાને આજ હિસ્સામાં ક્ષણો આરામની આપો,

નથી થાતું સહન આજે "ફિઝા" મારી વ્યથા સમજો,
ખબરતો કોઈ તૂટેલાં હૃદયનાં હાલની આપો.

*કાજલ કાંજિયા 'ફિઝા'*
*29/7/2017*

No comments:

Post a Comment