Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
ખુદ ખુદ ને ઓગાળી બેઠા.
ઈચ્છા સઘળી ટાળી બેઠા.
કરવા સેવા કાંટાઓ ની,
લો આજે થઈ માળી બેઠા.
સાધારણ માણસમાં થી જો,
થોડું નોખું ગાળી બેઠા.
રોશન કરવા ઘરને એના,
ખોલી ખુદની બાળી બેઠા.
આંખો ખુલ્લી રાખી કાયમ,
એ આવ્યા તો ઢાળી બેઠા.
વિપુલ બોરીસા
No comments:
Post a Comment