Friday, 14 July 2017

ગઝલ

ઇચ્છાઓ સૌ બાળી બેઠા
એમ જીવન અજવાળી બેઠા

પથ્થર જેવા શમણાં જોઇ
આંખોને ઓગાળી બેઠા

શ્વાસ હતા ઉના એવા કે
એનાથી ઘર બાળી બેઠા

અંધારાની સાવ લગોલગ
અમે પલાંઠી વાળી, બેઠા

સાવ ઝીણી ઝરમરમાં પ્યારે
જાત અમેય પલાળી બેઠા

બેન્ચ પડી'તી ખાલી,સૂની
એને જઇ, દઇ તાળી બેઠા

-હર્ષદ સોલંકી

No comments:

Post a Comment