ઞઝલ :- ખાળી બેઠા.
-------------------
આંસુને કૈં ખાળી બેઠા.
વર્ષોથી સંભાળી બેઠા.
હૈયા અંદર છાનાં છાનાં ,
પ્રેમીજનને પાળી બેઠા.
આશા કેરા દ્રાવણ અંદર,
સપનાંને ઓગાળી બેઠા.
મીઠા રોજ દિલાસા દઇને,
હૈયાને પંપાળી બેઠા.
રોશન રોશન સપનાં લઇને,
રાતોને અજવાળી બેઠા.
એવી કાતિલ નજરે જોયું,
પાંપણને કૈં ઢાળી બેઠા.
કેમ 'ધમલ'ના ઘાયલ થાયે ,
આંખો લઇ અણિયાળી બેઠા.
-- દેવેન્દ્ર ધમલ
No comments:
Post a Comment