Friday, 14 July 2017

ગઝલ

ઈશ  ઈબાદત ઉપર તું લખ ગઝલ.
પ્રેમની  રાહત ઉપર તું લખ ગઝલ.

નામના તારી જગત ફેલાઈ જ્યાં.
બે દરદ ચાહત ઉપર તું લખ ગઝલ.

તાપ થી ત્રાસેલ આ જીવો  હવે,
મેઘની વાંછટ ઉપર તું લખ ગઝલ.

ચાંદની આશે સિતારા રાખશું,
રાતની આહટ ઉપર તું લખ ગઝલ.

ચાલ કાજલ જીદ તારી માનશું,
લે શિકાયતની ઉપર તું લખ ગઝલ.

કાજલ
કિરણ પિયુષ શાહ
05/06/17

No comments:

Post a Comment