જાણતાં માણતાં જિંદગીને હવે, આ હ્રદયમાં ખુશીને સમાવી લીધી,
જેમ આભે પતંગો હવામાં ઉડે, એમ સઘળી ફિકરને ઉડાવી લીધી,
છો રહે બોજ દુનિયા અને કામનો, મસ્તમૌલા અમે તો રહ્યાં મરજીનાં,
રાખી ઠંડું અમારું કલેજું અને, આ જગતની બિમારી જમાવી લીધી,
પ્રેમ શું? શું વિરહ? કોણ ગણકારતું! પ્રેમ તો બસ હવે જાતનાં સંગ છે,
કેટલાં ગ્યાં મરી! કેટલાં ગ્યાં ડુબી! આંકડાથી અલગતાં બતાવી લીધી,
રાખતાં જે હમેશા મીઠી બોલીને, પેટમાં ધારદારી છુરી રાખતાં,
આ બધાંનાં વિશેનાં વિચારો તજી, ભીડથી માણસાઇ તરાવી લીધી,
જે મળી જિંદગી એ ખુદાએ દીધી, જીવતો હું 'અકલ્પિત' મજા માણતાં,
જે લખ્યું છે લલાટે ન બદલી શકો, જાત સુલતાનમાં જો ખપાવી લીધી.
*- ભાવિન દેસાઈ 'અકલ્પિત*'
શ્રી બેફામ સાહેબની ગઝલથી પ્રેરિત
Friday, 14 July 2017
ગઝલ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment