Friday, 14 July 2017

ગઝલ

આંખે મારી તારા સપના,
બેઠા છે ભ્રમણાની વચ્ચે.

  ડુંગર સરખો ડુંગર ડોલે,
લીલા આ તરણાની વચ્ચે.

આવ્યુ છે નીચે આખુ નભ,
ઝાકળના ટપકાની વચ્ચે.

આજે પણ માખણ મળશે જા,
ગોકુળની પગલીની વચ્ચે.

કોઈ એને સમજાવો ભેદ,
હંસ અને બગલાની વચ્ચે

શૈલેષ પંડ્યા

No comments:

Post a Comment