Friday, 14 July 2017

ગઝલ

નાટક કઈ પડદાની વચ્ચે,
ખેલ હવે ઝગડાની વચ્ચે.

નટવર રમ્યો રાધે સંગે,
નરસૈયા પગલાની વચ્ચે.

મીરા નાચી કાન્હા નામે,
મેવાડી જનતાની વચ્ચે.

મૈયા ધેલી ક્ષણમાં થઈ,
કાન્હા એ પડઘાની વચ્ચે.

કાજલ ચાલી તારા પંથે
ડગલા તડકાની વચ્ચે.

કાજલ
કિરણ પિયુષ શાહ
11/07/17

No comments:

Post a Comment