Saturday, 29 July 2017

ગઝલ

બંદા! : તરહી

આજ તો બસ આવ બંદા!
પ્રેમગીત  સંભળાવ   બંદા!

ખૂબ  વરસી  ગયો ય  મેઘો
ઊભરાયું   તળાવ    બંદા!

હું ય  બંદો થયો  અલખનો
તો મિલન  તો કરાવ  બંદા!

ડૂબવાને   ગયો   હું     કૂદી
પણ  હવે  તું  તરાવ  બંદા!

જાણવાનું   જ  ઝેર  તો  યે
તું  ય  તારે  જણાવ   બંદા!

જીતવાની  રમત  રમ્યો  છું!
આવ  તું  ને  હરાવ    બંદા!

રાહ જોઉં હું આવ  હરિયા!
ઝેર   છો   પીવડાવ    બંદા!

- હરિહર શુક્લ
  ૨૫-૦૭-૨૦૧૭

- તરહી રદીફ કાફિયા : ભરત ભટ્ટ

No comments:

Post a Comment